પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના રિનોવેશન બાદ સત્યનારાયણની કથા યોજાઈ..
- 7:53 pm March 15, 2024
પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયના રિનોવેશન બાદ નવનિયુક્ત જિલ્લા કોગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે કાયૉલય ખાતે ભગવાન સત્યનારાયણ ની કથા નું ધાર્મિક આયોજન સાથે લોકસભા ચૂંટણી ના પ્રચાર પ્રસાર ના શ્રીગણેશ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી સત્ય
નારાયણની આ કથામાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા સહિત વિવિધ મંડલ પ્રમુખો અને જિલ્લા તાલુકાના કોગ્રેસ ના આગેવાનો, કાયૅકરો,એન એસયુઆઈ વિધાર્થી સંગઠન ઉપસ્થિત રહ્યા હતા.
સત્યનારાયણની કથા ની પૂર્ણાહુતિ બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય સહિત રાધનપુર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વફાદાર રહી સૌ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા હાકલ કરી હતી.
સાથે સાથે તેઓએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા લોકો પર તીખા પ્રહારો કર્યા હતા અને સત્યની હંમેશા જીત થતી હોવાનું જણાવી કોગ્રેસ પાર્ટી હમેશા સત્યના માર્ગે ચાલી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સત્યનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્યનારાયણની કથા બાદ યોજાયેલી કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસ
ના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા.