પાટણ ના વિદ્યાર્થી એ પોતાના જન્મદિવસની ઉજવણી અબોલ પક્ષી માટેના કુંડા વિતરણ દ્રારા કરી..

  • 7:53 pm March 15, 2024
જે પી વ્યાસ

 

અત્યાર ના ટેકોનલોજી ના યુગ માં બાળકો પોતના જન્મદિવસ ની ઉજવણી ઉત્સાહ,ઉમંગ વચ્ચે કેક કાપી પાર્ટી મનાવી ઉજવતા હોય છે. 

ત્યારે પાટણની એક શાળાના ધો.૭ મા અભ્યાસ કરતા દેવુસિહ  નામના વિધાર્થીએ પોતાના જન્મદિન પ્રસંગે પોતાની શાળાના સહ અધ્યાયી
ઓને પક્ષી ને પાણી માટેના કુંડાઓનું વિતરણ કરી અબોલ જીવ પ્રત્યેની પોતાની કરૂણા સાથે જન્મ
દિન ની ઉજવણી કરી અન્ય બાળકો ને પણ પોતાના જન્મદિન પ્રસંગની ઉજવણી સેવા પ્રવૃતિ સાથે કરવાની પ્રેરણા પૂરી પાડતા શાળા પરિવાર સહિત દેવુસિહના મિત્રો એ પણ આ અનોખા જન્મદિન ની ઉજવણી કરવા બદલ જન્મદિન ની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.