આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પરિવારની પરવાનગી વગર જ યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા હોબાળો

  • 7:56 pm March 15, 2024
સુશીલ પવાર

 

ડાંગ જિલ્લાનાં ભવાડી ગામ ખાતે રહેતો ચેતન ગોંડ નામનો યુવક  પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈને નિલશાક્યા ગામની સીમમાંથી  પસાર થઈ રહ્યો હતો.ત્યારે યુવકની પોતાની ભૂલને કારણે મોટરસાયકલ પરથી પડી ગયો હતો અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જયાં  યુવકનું મોત નીપજ્યુ હતુ.આ અકસ્માતમાં યુવકનું મોત થવાથી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.પોલીસ દ્વારા યુવકના પરિવારને પૂછવામાં આવ્યુ હતુ કે," યુવકનું પોસ્ટમોર્ટમ કરવું છે કે નહીં ?" ત્યારે યુવકના પરિવાર એ પોસ્ટમોર્ટમ કરવા માટે સ્પષ્ટપણે ના કહ્યુ હતુ.તેમ છતા આહવા સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર દ્વારા યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો. અને સ્થાનિક આગેવાનો તથા પરિવારના સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો હતોઆ સમગ્ર મામલાને લઈને આહવા સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓ ડૉ.હરેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે ગેરસમજનાં કારણે યુવકના  પરિવાર અને ટોળાએ હોબાળો મચાવ્યો હતો.અકસ્માતમાં યુવકનું કયા કારણસર મોત થયું છે તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતુ.જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય..