બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના 57 પોલીસ કર્મીઓની બદલી કરી...
- 9:13 pm March 15, 2024
વિપુલ લુહાર
આગામી સમય માં લોકસભા ની ચુંટણી આવી રહી છે ત્યારે હાલ સરકારી વિભાગમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા દ્વારા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 57 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.ગઢડા,રાણપુર,ઢસા,બરવાળા,પાળીયાદ,બોટાદ ટાઉન,બોટાદ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI,હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ સહીત 57 પોલીસ કર્મીઓની સાગમટે બદલી કરવામાં આવી છે..