રાણપુર તાલુકાના ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં લાગી આગઃલાખો રૂપિયા નું નુકશાન

  • 9:17 pm March 15, 2024
વિપુલ લુહાર

 

 

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં એકાએક આગ લાગતા ભારે અફડા-તફડી મચી ગઈ હતી.ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં આકસ્મિક આગ લાગતા લાખો રૂપિયા નું નુકશાન થયા નું અનુમાન છે.આગની ઘટનાની જાણ બોટાદ ફાયર વિભાગને થતાં સુરેશભાઈ, ઋતુરાજસિંહ, દિલીપસિંહ, અજયભાઇ સહિતની ફાયર.ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર પાણી નો ભારે મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગની દુર્ઘટનામાં સદનશીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.