વિરપુર તાલુકાના પાંટા ચોકડી પાસે અકસ્માત રોકવા આખરે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યું..
- 9:18 pm March 15, 2024
વિરપુર પોલીસ અને સ્થાનિક લોકોની સ્પીડ બ્રેકર મુકવા માટેની રજુઆત હતી..
મહીંસાગર જીલ્લાના વિરપુર તાલુકાના પાંટા ચોકડી પાસે રોડ વિભાગ દ્વારા લોકોની માંગણીઓને લઇને આખરે સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યું હતુ.જયારે વિરપુર તાલુકાના પાંટા ચોકડી પાસે બે માસ અગાઉ રાહદારી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અકસ્માત સ્થળ પરની ચકાસણી કરી હતી. જેમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી જેને નોંધ લઈને સંબંધિત વિભાગ સહિત કલેકટર કચેરી આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે રોડ વિભાગ દ્વારા આખરે પ્રજાની અને પોલીસ વિભાગની માંગને લઈને પાંટા ચોકડી પાસે સ્પીડ બ્રેકર મુકવામાં આવતા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.