ખેરડી ગ્રામ પંચાયત કાર્યાલય માં દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર MGNREGA સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઇ
- 9:19 pm March 15, 2024
આ ગ્રામસભામાં સૌપ્રથમ મહાનુભાવોને પુષ્પ આપીને સ્વાગત કરેલ ત્યાર બાદ MGNREGA વિભાગ થી આવેલ મતી શર્મિષ્ઠા દેસાઇ એ જણાવેલ કે સામાજિક ઓડિટ MGNREGA માં થયેલ કામોની ચકાસણી કરી ખરેખર લોકો સુધી યોજનાનો લાભ મળ્યો છે જે માટે આ ગ્રામસભા રાખવામાં આવેલ છે. જેની જાણકારી લાભાર્થીઓ તથા ગ્રામ-જનોને આપી એમનું વક્તવ્ય પૂર્ણ કરેલ. ત્યાર બાદ દિવ્યેશ સાંબરે MGNREGA યોજના માંથી PMAY-G લાભાર્થીને મજૂરી આપવામાં આવેલ જેની યાદી વાંચનમાં લીધેલ. ત્યારબાદ જીલ્લા પંચાયત થી આવેલ અધિકારીશ્રી એ ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામ-જનો ને જણાવેલ કે MGNREGA યોજનામાં આપણે ઘણા બધા કામો કરી શકીએ છીએ અને જે કામ કરી આપણે રોજગારી મેળવી શકીએ છીએ. અને યોજનાનો લાભ લેવો જોઈએ. ત્યાર બાદ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સરપંચ યશવંતભાઈ એ. ઘૂટિયાએ MGNREGA યોજના માંથી PMAY-G લાભાર્થીને મજૂરી આપવામાં આવેલ તે ખરેખર મળેલ કે તેની પૂછપરછ કરી અને MGNREGA યોજનામાં ઘણા બધા લાભ લઈ શકીએ છીએ અને ત્યાર પછી એમનું વક્તવ્ય પૂર્ણ કરેલ. સામાજિક ઓડિટ ની ગ્રામસભામાં જીલ્લા પંચાયત થી આવેલ અધિકારી ચૈતન્યા સાહેબ અને રાકેશભાઈ મેહતા સાહેબ, સરપંચ યશવંતભાઈ એ. ઘૂટિયા તેમજ પંચાયતના સભ્યઓ, MGNREGA યોજનાનો સ્ટાફ, પંચાયત સ્ટાફ, લાભાર્થીઓ તેમજ ગ્રામ જનો મળી ને કુલ 75 જેટલા લોકોએ હાજરી આપી ગ્રામ સભાને સફળ બનાવી.