ગઢડા(સ્વામીના) જે.સી. કુમારપ્પા વિદ્યાલયમાં શિષ્ટ વાંચન શિબિર યોજાઈ

  • 9:25 pm March 15, 2024
હેમેન્દ્ર મોદી

 

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા ના સયુંકત ઉપક્રમે તારીખ 14 માર્ચ ના દિવસે મહાવિદ્યાલયના પરિસરમાં ગઢડા ખાતે સવારે 9-00 વાગ્યાથી વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ કેળવાય તેમજ કેવા પ્રકારનું વાંચન જીવનમાં ઉપયોગી છે, તેની સમજ મળે તેવા હેતુ સાથે એક દિવસીય શિષ્ટ વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શિષ્ટ વાંચનની સમજ મેળવ્યા બાદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ એક એક કૃતિની પસંદગી કરી તેનું વાંચન કરી વિડીયો રીલમા અહેવાલ રજુ કર્યો હતો. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે લોકભારતી સણોસરાના પ્રા. ડૉ.નીતિનભાઈ ભીંગરાડિયા અને ડૉ. વિશાલભાઈ જોષી એ પોતાની વાત વિદ્યાર્થીઓ સમક્ષ સૌ પ્રથમ કરી જીવનમાં શિષ્ટ વાંચન કેવી રીતે કરી શકાય ? શા માટે જરૂરી છે ? વાંચનથી દેશ અને દુનિયાના વિવિધ મહાનુભાવોના જીવનમાં આવેલા પરિવર્તનોની વાત પણ આ તકે રજુ કરેલ. આ કાર્યક્રમમાં ગઢડા દાદા ખાચર વિનિયન અને વાણિજ્ય સરકારી કોલેજના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો તથા આચાર્ય ડૉ. સેંજલીયા પણ જોડાયેલ. કાર્યક્રમનું સંચાલન બી.આર.એસ. ના સ્નાતક વર્ષ ત્રણના વિદ્યાર્થી ઠોળીયા બલદેવભાઈ એ કરેલ. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકેની જવાબદારી જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલયના પ્રા. શરદ પટેલે નિભાવેલ.