ચાંપરાજપુર રોડ પરથી દેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો : બીજા એકની શોધખોળ

  • 9:27 pm March 15, 2024
સુરેશ ભાલીયા

 

 

જેતપુર સીટીના ચાંપરાજપુર રોડ ઉપરથી રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા વોચ ગોઠવીને દેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલી એસ ક્રોસ કારને ઝડપી લેવામાં આવી હતી, પોલીસે કારમાંથી દેશ દારૂનો ૩૬૦ લીટર જથ્થો જપ્ત કર્યો હતો અને કારના ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે,

આ બાબતે મળતી વિગતો અનુસાર રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ મથકના પીઆઈ વી.વી.ઓડેદરા ની સુચનાથી પીએસઆઈ ડી.જી.બડવા અને સ્ટાફના માણસો જેતપુર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ડી.જી.બડવા, દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર ને બાતમી મળી હતી કે ચાંપરાજપુર તરફથી એક મારૂતિ સુઝુકી એસ ક્રોસ કાર નંબર જી.જે.૦૧ આર.એન.૪૨૩૩  દેશી દારૂનો જથ્થો ભરીને નીકળી છે ત્યારે આ કાર ને ચાંપરાજપુર રોડ પાસે વોચ ગોઠવી હતી ત્યારે કાર આવી ચડતા તેને રોકી દેવામાં આવી હતી પોલીસ દ્વારા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી અને કારમાંથી દેશ દારૂના કોથળા મળી આવ્યા હતા પોલીસે કારમાંથી દેશ દારૂ ૩૬૦ લીટર જપ્ત કર્યો હતો જેમાં કારના ચાલક કૌશિક નારણભાઈ મોરી રહે.જુનાગઢ ની ધરપકડ કરવામાં આવી હતી, તેમનો ભાઈ ગોવિંદ ઉર્ફે અબલુ નારણભાઈ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, દેશી દારૂ ૩૬૦ લીટર કિ.રૂ.૭૨૦૦ તથા એસ ક્રોસ કાર કિ.રૂ. ૩.૦૦.૦૦૦ મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦,મળી કુલ મુદ્દામાલ ૩.૧૨.૨૦૦નો ઝડપી આગળની કાર્યવાહી માટે જેતપુર સીટી પોલીસ મથકે સોંપી આપેલ છે,