નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર સતત ત્રીજા દિવસે વિધાર્થીઓનો હોબાળો...

  • 9:36 pm March 15, 2024
રિઝવાન સોડાવાલા

 

 

નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિયન એન્ડ કોમર્સ કોલેજમાં પહેલી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા સેમિનારમાં ડૉ.જસવંત રાઠોડનો બેજ તૂટી જતાં એક મહિલા સહાયક પાસે તેને મદદ માંગતા મહિલા સહાયકે  તેની મદદ કરી હતી. જે દરમિયાન કોલેજના લાયબ્રેરીયન ડો.અજીત પ્રજાપતિએ મહિલાના ફોટા પાડતા મહિલા સહાયક આ હરકત થી નારજ થયા હતા. 

મહિલા કારકુને આ અંગે ૫/૨/૨૦૨૪ના રોજ કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરતા આચાર્યએ 'આ કોલેજનો અંદરનો મામલો છે, આ બાબતે ન્યાય માટે પ્રયત્ન કરીશું' તેમ કહેતા મહિલાએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
 
જો કે આ બનાવને ૪૨ દિવસનો સમય થવા છતાં પણ કોલેજ તંત્ર તરફથી કોઈ ન્યાય ન મળતાં નેત્રંગ કોલેજનો માહોલ ગરમાયો હતો. .મહિલા સહાયકને ન્યાય મળે તે માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવતા કેમ્પસમા ગરમાગરમી માહોલ ઊભો થયો હતો. જે અંગેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાને થતા તેઓ તાત્કાલિક નેત્રંગ કોલેજ પર દોડી આવ્યા હતા. જે બાદ લાઇબ્રેરિયને ફોટો પાડ્યો હોવાનું કબુલાત કરી માફીનામુ લખી આપ્યું હતું.

વધુમાં અન્ય વોદ્યાર્થીઓ ના પશ્ર્નો પણ સામે આવ્યા હતા જેમાં કોલેજ બારના એક મહિલા આગેવાન દ્વારા કોલેજ ના વિદ્યાર્થીને કોલેજ કેમ્પસમાં તમાચો માર્યો હોવાની રજુઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી તેમજ અગાઉ એક પ્રોફેસર દ્વારા વિધાર્થીની ને રૂમ માં બોલાવવા જેવી બાબત પણ વિદ્યાર્થી ઓની રજુઆત માં સામે આવી હતી

નફ્ફટ પ્રોફેસરો ના કારનામા ઓના સતત ત્રીજા દિવસે પણ પરઘા આખી કોલેજ માં પડ્યા હતા અને આખરે આજે વિધાર્થીઓ એકોલેજના ગેટ ઉપર મોટી સંખ્યમાં ભેગા થઈ હોબાળો  મચાવ્યો હતો, તેમજ કોલેજ ના ચાર પ્રોફેસરોની બદલી કરવા ની માંગ ઉચ્ચાર વામાં આવી હતી ત્યારે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા, તેમજ મામલા ની ગંભીરતા જોઈ મામલતદાર રિતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિભાગ પણ સ્થળ આવી પોહંચ્યા હતા.

અગાઉ ફોટો ન પડ્યાનું રટણ કરનાર અજીત પરમારે આખરે ૪૨ દિવસ બાદ કબલ્યું કે ફોટો પાડ્યો છે. ડૉ.જી.આર.પરમાર આચાર્ય

કોલેજના આચાર્યએ રૂબરૂમાં જણાવ્યું હતું કે આ મુદ્દો બુધવારે ગત માસમાં ફેબ્રુઆરીમાં ઊભો થયો હતો. ત્યારે અજીત પરમારે ઓનકેમેરામાં ફોટો નથી પડ્યો તેમ રટણ કર્યું છે. કેવળ ૪૨ દિવસ બાદ કબલ્યું કે ફોટો પાડ્યો છે.