ભરૂચ ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંવાદ નું આયોજન કરાયું..

  • 9:38 pm March 15, 2024
રિઝવાન સોડાવાલા

 

ભારતીય જનતા પાર્ટી રર – લોકસભા, ભરૂચ દ્વારા પ્રબુધ્ધ નાગરીક સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિકસીત ભારત સંકલ્પ પત્ર ર૦ર૪ અંતર્ગત રર- ભરૂચ લોકસભા માં પ્રબુધ્ધ નાગરિક સંવાદનું આયોજન કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ના મુખ્ય મહેમાન પદે  કરવામાં આવ્યું હતું .જેમાં ભરૃચ ના સાંસદ અને ભરૃચ બેઠક ના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, સહિત અન્ય હોદ્દેદારો તેમજ  કાર્યકરો અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પ્રેરક શાહ સંયોજક, આર્થિક સેલ ગુજરાત પ્રદેશ, ભાજપ સહપ્રવકતા,પ્રેરક શાહે  શિક્ષક સેલ, સી.એ.સેલ , ડોકટર સેલ, વેપારી સેલ ના માધ્યમ થી ઉદબોધન કરતા પ્રબુદ્ધો સાથે સંવાદ કરી આગમી લોકસભા માં મોદી સરકાર ની 400+ સાથે ના વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.