ભાવનગરમાં લગ્નમાં ડી જે.વગાડવા મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી કરાયેલ હુમલામા યુવકને હોસ્પિટલ ખસેડાયો

  • 9:40 pm March 15, 2024
ધવલ વાજા

 

 

ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં ડી.જે. વગાડવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી ત્રણ શખ્સે યુવક ઉપર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે

હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કરચલીયાપરા, વાઘેલા ફળી, શારદા સોડાવાળા ખાંચામાં રહેતા કિશનભાઇ ઉર્ફે ગેરી અનંતભાઈ ચૌહાણને ગઈકાલે રાત્રે તેમના

કુટુંબી સાગરભાઈ ચૌહાણના ઘરે લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડવા બાબતે આલોક નંબ વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બનાવ બાદ આલોક, દિનેશ ડાભી અને રોહિત કિશનભાઈના ઘર પાસે આવીને ગાળો બોલતા હોય,

કિશનભાઈના ભાઈ વિશાલભાઈએ ઘરેથી બહાર જઈને ગાળો બોલવાની ના કહેતા. ઉશ્કેરાઈ ગયેલા આલોકે તેની પાસે રહેલી છરીનો એક ઘા- વિશાલભાઈના પડખામાં ઝીંકી દીધો હતો, જ્યારે રોહિતે લોખંડના પાઈપનો એક ઘા માથાના ભાગે ઝીંકી ત્રણેય શખ્સ ફરાર થઈ ગયા. હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત વિશાલભાઈને સારવાર અર્થે સર- ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહતા. આ બનાવ અંગે કિશનભાઇ અનંતભાઈ ચૌહાણે આલોક, દિનેશ ડાભી અને રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ_ ધરી છે.