પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું: શંખેશ્વર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા..

  • 7:10 pm March 18, 2024
જે પી વ્યાસ

 

 

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને જિલ્લાભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર ની ઉપસ્થિત મા સોમવારે યોજાયેલી લોકસભા ની બેઠક અંતગૅત શંખેશ્વર તાલુકા પંચાયત ના વિરોધપક્ષના નેતા લક્ષ્મણભાઈ કટારીયા સહિત તેમના સમથૅકો એ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કરતાં પાટણ જિલ્લા કોગ્રેસ મા હડકંપ મચી જવા પામી છે. 

શંખેશ્વર તાલુકા પંચાયત ના વિરોધપક્ષના નેતા સહિત કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ પાર્ટી માથી છેડો ફાડી ભાજપને સમથૅન આપતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ડો.દશરથજી ઠાકોર,પૂવૅ કેબીનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર સહિત ના આગેવાનો,કાયૅકરોએ તમામને આવકાર્યા હતાં અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ને વિજય બનાવવા ચુંટણીલક્ષી કામગીરી મા જોતરાઈ જવા અપીલ કરતાં કોગ્રેસ આગેવાનો અને કાયૅકરોએ પણ પુરી નિષ્ઠા અને ઈમાનદારી સાથે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને સમથૅન આપી વિજય બનાવવાની ખાતરી આપી હતી.