પાટણ પ્રજાપતિ સમાજ ના સેવભાવી યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્રારા સમાજ સેવા ની વધુ બે સેવા ઉપલબ્ધ કરાઈ...

  • 7:11 pm March 18, 2024
જે પી વ્યાસ

 

 

પાટણ પ્રજાપતિ સમાજ ના યુવા સેવાભાવી યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્વારા સમાજ સેવાના ભાગરૂપે સમાજના મરણ પ્રસંગે વહેલી સવારે યોજાતા બેસણા ની પરંપરા સમયે જરૂરિયાત મંદ પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે બેસણા મા બેસવા માટે આવતા લોકો ને આસનીયા,સેતરંજી સહિતની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ બનાવવાની સાથે પ્રજાપતિ સમાજના કોઈ પણ પરિવાર મા બિમાર  દર્દીને ઉનાળામાં ગરમી થી રક્ષણ મળે તે માટે નિશુલ્ક કુલર ની સેવા પૂરી પાડવાની સેવા પ્રવૃતિ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
પાટણ પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્વારા સમાજ સેવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ ઉપરોક્ત બંન્ને સેવા પ્રવૃતિ
ઓને સમસ્ત પ્રજાપતિ સમાજના પરિવારજનોએ સરાહી સમાજના યુવાનોની નિસ્વાર્થ સમાજ સેવા
ની ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.