પાટણનાં સાંતલપુર તાલુકાનાં ગાંજીસર ગામની ઝાડીમાંથી આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો: હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ..

  • 7:12 pm March 18, 2024
અનિલ રામાનુજ

 

ગાંજીસર ગામ નજીક આધેડ નો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં: આધેડના માથાના ભાગે ઇજાના નિશાન દેખાતા પોલીસે પીએમ કરાવી તપાસ હાથ ધરી..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામનાં આધેડની પુરુષનો મૃતદેહ   બાવળની ઝાડીમાંથી મળી આવ્યો હતો. ગાંજીસર દહીસર રસ્તા ઉપર આધેડ પુરુષનો  મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા. આ ઘટના ની જાણ થતાં  પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતક ની ઓળખ કરી લાશને પીએમ અર્થે મોકલી હતી.

હાલતો આ ઘટના ને પગલે મળેલા મૃતદેહ માં હત્યા કરાઈ છે કે  આત્મહત્યા કરી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી વધુમાં જોઈએ તો આધેડના માથાના ભાગે ઇજાના નિશાન દેખાતા વારાહી પોલીસે લાશનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

સાંતલપુર તાલુકાના ગાંજીસરથી દૈસર જવાના રોડ ઉપર બાવળની ઝાડીમાં રવિવારની વહેલી સવારે એક આધેડની લાશ પડી હોવાની ઘટના ને પગલે  ગ્રામજનોને જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મૃતકની લાશ મામલે વારાહી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશની તપાસ કરતા મૃતક ગાંજીસર ગામના સિપાઈ કરીમભાઈ હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે મૃતકના ભાઈને પોલીસે બોલાવતાં તેઓએ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે આ મામલે નોંધ કરી અને લાશનું પીએમ કરાવી મૃતદેહ વાલી વારસોને સોંપી હતી. જ્યારે પીએમ કરનાર ડોક્ટરે પ્રાથમિક કારણમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણી શકાય તેમ જણાવ્યુ હતુ.