સંતરામપુર માં બાયપાસ પાસે સર્જાયો ગમખ્વાર ટ્રીપલ અકસ્માત..

  • 7:24 pm March 18, 2024
વિજય ડામોર

 

 

સંતરામપુર મા એસ ટી બસ અને બાઇક તેમજ એક્ટિવા સહીત તુફાન કાર સાથે અકસ્માત..સજૉતા બે ના મોત એસ ટી બસ એ બાઈક ચાલક સાહિત એકટીવા ને તૂફાન જીપ  ને અડફેટે  લેતાં બાઈક પર સવાર પતિ પત્ની ના ઘટના સ્થળે મોત નિપજેલ છે

આ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સંતરામપુર માં રહેતા મોહનભાઈ પુજાભાઈ પ્રજાપતિ તથા સવિતાબેન પ્રજાપતિ પતિ પત્ની ના ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું.
અકસ્માત સર્જાતા સ્થાનીક લોકો તથા ગામનાં ગામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં ને બચાવવા ની કામગીરી કરેલ હતી.
આ સર્જાયેલ અકસ્માતમાં સંતરામપુર તાલુકાના સગવડિયા ટીમલા ગામનાં રહેવાસી અન્ય 2 લોકો ને ઈજા પોહંચતા ઈજાગ્રસ્ત બાબુભાઈ ડામોર અને તેમની નાની દીકરી હારવીબેન ડામોર ને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા સંતરામપુરના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈજવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના ની જાણ જિલ્લા પોલીસ વડા તથા સંતરામપુર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ બનાવ વિશે વધુ તપાસ હાથ ધરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ઘરી છે.