રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું: વર્ષો જૂના કાર્યકર્તાઓ એ કેસરિયો ધારણ કર્યો.

  • 7:26 pm March 18, 2024
અનિલ રામાનુજ

 

લોકસભાની ચૂંટણી નજીક રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા પણ બેઠકને અંકે કરવા લોકસભા વિસ્તારનો પ્રવાસ અને પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો અંકે કરવાની સાથે લોકસભા ચૂંટણી પૂર્વે પાટણ લોકસભા વિસ્તારના અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ભાજપ સરકારના વિકાસને પ્રેરિત થઈ કોંગ્રેસ પાર્ટી સાથે વર્ષો જૂનો નાતો તોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી ભાજપને સમર્થન આપી રહ્યા છે

રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું જોવા મળ્યું છે.વર્ષો જૂના કાર્યકર્તાઓ એ કેસરિયો ધારણ કર્યો છે.અને લોકસભાની ચૂંટણી નજીક રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.રવિવારે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની રાધનપુર ખાતે યોજાયેલી બેઠક દરમિયાન રાધનપુર શહેર કોંગ્રસના પુર્વ પ્રમુખ નવીનભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષનાં નેતા સોનાજી ઠાકોર, મહેમદા વાદ સરપંચ આદમભાઈ રાઉમા, સાદિકભાઈ, સબ્દલપુરા ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસના આગેવાન શંકરજી ધારસીજી ઠાકોર, સહિતના અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કેસરિયો ધારણ કરતાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાધનપુર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. તો રાધનપુર કોંગ્રેસના મંત્રી અને સામાજિક કાર્યકર ભીખાભાઈ ભરવાડ પણ પોતાના ૫૦ કાર્યક્રતાઓ સાથે કમાલપુર ગામે કેસરિયો ધારણ કરતાં રાધનપુર તાલુકાના લોકસભા પ્રવાસ દરમ્યાન સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો, સરપંચો,સામાજીક આગેવાનો, અને કાર્યકર્તાઓને કેસરિયો ખેસ પહેરાવી આવકાયૉ હતાં.