મુડેઠા ગામનો યુવાન CRPF ની ટ્રેનિંગ પુર્ણ કરીને માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.....

  • 7:26 pm March 18, 2024
સંજયસિંહ રાઠોડ

 

ડીસા તાલુકાના મુડેઠા ગામનો યુવાન રાઠોડ ચેહરસિંહ જેણાજી જેઓ CRPF ની ટ્રેનિંગ પુર્ણ કરીને માદરે વતન મુડેઠા ગામે આવી પહોંચતા મુડેઠા ગ્રામજનો દ્વારા ગામનું ગૌરવ એવા ચેહરસિંહ રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુડેઠા ગામ દેશ ભકિતના રંગે રંગાયું હતુ અને ભારે હર્ષોલ્લાસ સાથે દેશ ભકિતના ગીતોની રમઝટ સાથે અબીલ ગુલાલની છોળો તેમજ ફટાકડાઓની આતશબાજી અને પુષ્પવર્ષા સાથે નાચ ગાન પુર્વક સમગ્ર મુડેઠા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું સમગ્ર રાઠોડ સમાજ સહિત મુડેઠા ગામનું ગૌરવ એવા સીઆરપીએફ જવાન ચેહરસિંહ રાઠોડનું ગ્રામજનો દ્વારા ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સીઆરપીએફ જવાન ચેહરસિંહ રાઠોડે સૌ પ્રથમ મુડેઠા ગામની ધન્યધરાને નમન કરીને પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આર્શીવાદ મેળવી. શ્રી નકળંગ ભગવાન અને શ્રી નાગણેશ્વરી માતાજી અને શ્રી સિકોતર માતાજી તેમજ શ્રી હિંગળાજ માતાજીના દર્શન કર્યા હતા જોકે ચેહરસિંહ રાઠોડ પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરીને ડ્રેસમાં સજ્જ થઈ મુડેઠા ગામે આવી પહોંચતા તેમના માતા-પિતા સહિત પરિવારજનોમાં અતિભારે આનંદની લાગણી છવાઇ જવા પામી હતી. આ પ્રસંગે તેમના ફાર્મ હાઉસ મુડેઠાના ગ્રામજનો સહિત સગા સ્નેહી સંબંધી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નવનિયુક્ત CRPF જવાનને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી નાનકડા ખેડૂત પરિવારનો દીકરો માં ભારતીની રક્ષા કાજે ભારત દેશની સૈન્યનો જવાન બનીને ડ્રેસમાં આવી પહોંચતા ચેહરસિંહ રાઠોડ સિંહને જોઈ તેમના માતા-પિતા સહિત ભાઈ-બહેન અને પરિવારજનોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને ચેહરસિંહ રાઠોડ CRPF નો જવાન બની પોતાના પરિવારને ગૌરવ અપાવ્યો હોવાનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો....