બાલાસિનોર વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રંગોળી દ્રારા મતદાર જાગૃતી અભિયાન કાર્યક્રમ યોજાયો

  • 7:27 pm March 18, 2024
ભીખાભાઈ ખાંટ

 

 

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વધુને વધુ મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની બાલાસિનોર વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં  શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળી દોરીને  " મારો મત મારો અધિકાર " તેવા સંદેશ પાઠવ્યા હતા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.