ડાંગનાં એક ગામમાં પતિ - પત્નીના ઝગડામાં પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા 181 અભયમ ટીમ મદદે ...

  • 7:42 pm March 18, 2024
સુશીલ પવાર

 

 

 

ડાંગ જિલ્લાનાં એક ગામમાં પતિ - પત્ની વચ્ચે વ્હેમને લઈને ઝગડો થયો હતો.જેથી કંટાળીને પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારે પરિવારએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ત્યારે 181 અભયમ ટીમે કાઉન્સિલિંગ કરીને સમજણ આપી હતી.ડાંગ જિલ્લાનાં એક ગામમાં એક મહિલાને પતિનો સહકાર મળતો ન હતો, પતિનો ક્યાંક આડો સંબંધ છે.એવો વહેમ પત્નીને થઈ ગયો હતો.જેના કારણે મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેને બચાવી લેવામાં આવી હતી.ત્યારે પતિ - પત્નીનો સંબધ ન બગડે તે માટે પરિવારે 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ત્યારે 181 અભયમ ટીમના નેહા મકવાણા તથા અર્પણા અને પાઇલોટ ચંદ્રકાંતે તત્કાલીન સ્થળ પર પહોંચ્યા હતા.181 અભયમ ટીમે પીડિતાનું કાઉન્સિલિંગ કરીને આત્મહત્યા કરવો એ ગુન્હો બને છે તે અંગેની કાયદાકીય માહિતી આપીને સમજાવટ કરી હતી.અને જીવનના મૂલ્ય સમજાવીને જીવન જીવવા માટે એક દિશા બતાવાઈ હતી.જે બાદ  પીડિતાનાં માતા પિતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી..