તિલકવાડા ના ઝાઝપુરા ગામે અગાઉની રિશ રાખી યુવાન પર પાઇપ થી હુમલો કરી ઇજા કરનાર સામે ગુનો દાખલ
- 7:42 pm March 18, 2024
વસિમ મેમણ
મળતી માહિતી અનુસાર અજયભાઇ રમણભાઇ બારીયા ઉ.વ.૨૬,રહે.ઝાઝપુરા તા.તિલકવાડા જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૧૭/૦૩/ ૨૦૨૪ ના રોજ બપોરના અગિયારેક વાગ્યાના સમયે મોટર સાઇક પર કંથરપુરા ગામે બાબરીમાં જવા નીકળેલ તે વખતે ઝાઝપુરા ગામ વળાંક પર પ્રકાશભાઇ રતનભાઇ બારીયા રહે.ઝાઝપુરા તા.તિલકવાડા જી.નર્મદા નાઓ તેના ખેતર બાજુથી આવી અજય બારીયા ને ઉભા રાખી અગાઉની રીશ રાખી ગમેતેમ ગાળો બોલી લોખંડની પાઇપથી અજય ને ડાબા હાથે કોણીના ભાગે તથા માથાના કપાળના ભાગે લોખંડની પાઇપથી મારી ઇજા કરી ચામડી ફાટી જતા લોહી નીકળવા લાગેલ ત્યારબાદ જાનથી મારી નાખવાની ઘમકી આપતા તિલકવાડા પોલીસે હુમલો કરનાર પ્રકાશ બારીયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.