પાટણ જિલ્લા હોમગાર્ડ કમાડન્ટ તરીકે સંજય ઠાકોરે વિધિવત ચાર્જ સંભાળ્યો..

  • 7:43 pm March 18, 2024
અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લા હોમગાર્ડઝ  નવનિયુક્ત જિલ્લા કમાન્ડન્ટ સંજયકુમાર ઠાકોરએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.ત્યારબાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી દર્દીઓને ફુટ વિતરણ કર્યું હતું.

આ શુભ પ્રસંગે હેડ ક્લાર્ક જે.એન પરમાર, કંપની કમાન્ડર યુવરાજસિંહ જાડેજા, ગણપતભાઈ મકવાણા સ્ટાફ ઓફિસર નવજયોત શુક્લા સહિત યુનિટ અધિકારીઓ તથા પાટૅ ટાઈમ કલાકૅ તથા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવ નિયુક્ત પાટણ જિલ્લા કમાન્ડન્ટ  સંજયકુમાર ઠાકોરનું  ઉપસ્થિત પદાધિકારીઓ સ્ટાફગણ દ્વારા શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી શુકુનમાં શ્રીફળ સાકર આપી મો મીઠું કરાવી કાર્ય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અદા કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડટ સંજયભાઈ ઠાકોરે તમામનો આભાર વ્યક્ત કરી જણાવતાં કહ્યું કે કર્મનિષ્ટ લોકસેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી કામગીરી કરી સેવા આપીશ તેવું જણાવ્યું હતું.