તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના વનકર્મી પર શસ્ત્રો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી

  • 7:45 pm March 18, 2024
મૌલિક દોશી

 

 

તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના વન કર્મચારી પર માછીમારીનું મન-દુખ રાખી વડલીના ચાર ઈસમોએ માર માર્યો હતો. અહીં વન કર્મી પર લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો થતા વન વિભાગે ચારેય સામે કાર્યવાહી હાથ ધરી હતી.

તુલસીશ્યામ રેન્જમાં કોઠારીયા રાઉન્ડમાં વનપાલ બી.જી.સોલંકી પોતાના રાઉન્ડમાં ફેરણામાં હતા. તે દરમિયાન માછીમારીના ગુનામાં સંડોવાયેલા વડલીના રમજાન જુમા સંધી, યાસીદ જુમા સંધી, જુમા સંધી અને તેમના પત્ની માછીમારીનું મન: દુખ રાખી લાકડી, લોખંડનો પાઈપ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. ઘાયલ થયેલા વન કર્મીને ઉનાની સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા અને મદદનીશ વન સંરક્ષક મનીષ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આરએફઓ આર.ડી.પાઠકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.