ગઢડા તાલુકાના ટાટમ ગામે પુલ પરથી બાઇક નીચે ખાબકતા બાઇક ચાલકનું ઘટના સ્થળે થયું મોત..
- 7:48 pm March 18, 2024
ગઢડા તાલુકાના હામાપર ગામના ભુદરભાઈ બાવળીયા નામના યુવાન પોતાની બાઈક પર ગઢડાથી હામાપર તરફ જતાં, ટાટમ ગામ પાસે આવેલ પુલ પર પહોંચતા બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવેલ અને બાઈક પુલ ઉપરથી નીચે ખાબકતા યુવાનનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ અને વધુ તપાસ હાથ ધરી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે આજરોજ બપોરના સમયે ગઢડા થી હમાપર ગામેં જવા નીકળે હતા તે દરમ્યાન ટાટમ ગામે આવેલ પુલ પર પહોચતા બાઇક ચાલક ભુદરભાઈ મકાભાઈ બવાળીયા ઉંમર વર્ષ 37 જેઓ હમાપર જતા હતા તે દરમિયાન સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક તેઓની બાઇક પુલ પરથી નીચે ખાબકતા ભુદર ભાઈ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને ઘટના ની જાણ થતા સ્થાનિકો અને વાહન ચાલકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને 108 ને જાણ કરી હતી પોલીસ પણ ઘટના સ્થળે પાહીચી ગઈ હતી અને મૃતક યુવાની દેડબોડી ને પીએમ અર્થે ગઢડાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.