બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ (ટી.આઇ.પી.)TIPનાં અધ્યક્ષસ્થાને યુટ્યુબ લાઈવના માધ્યમથી ગ્રામ્યકક્ષાના સ્ટાફ સાથે બેઠક યોજાઇ

  • 7:49 pm March 18, 2024
જયરાજ ડવ

 

 

આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મતદાનનું પ્રમાણ વધે તેવા ઉમદા હેતુથી બોટાદ જિલ્લા વિકાસ અધિકારીઅને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ હતી. જેમાં ખાસ કરીને મહિલા મતદારોનુ પ્રમાણ વધે તેમજ બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ મતવિસ્તારોમાં Turnout Implementation Plan - (TIP)ની અમલવારી સુનિશ્ચિત થાય તે માટે યુ-ટ્યુબ ચેનલ મારફતે લાઈવ પ્રસારણનું આયોજન કરાયુ હતું. જેમાં તલાટી કમ મંત્રી, આંગણવાડી વર્કરબહેનો, તેડાગરબહેનો, આરોગ્ય વિભાગના આશાવર્કરો/FHW, પંચાયતના મહિલા સભ્યો, ગ્રામ સેવક તથા સ્થાનિક કક્ષાના વિવિધ સંવર્ગના કર્મચારીઓ સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહ્યાં હતા.
             જિલ્લા વિકાસ અધિકારીએ દેશની લોકશાહીને જીવંત અને મજબુત બનાવવા તેમજ મહિલાઓમાં મતદાન જાગૃતિ લાવવા અને મહિલાઓનો એક એક મત અમુલ્ય છે તેવું જણાવ્યુ હતું. ગત વિધાનસભા અને લોકસભા ચુંટણીના પરિણામોનું પૃથક્કરણ કરતાં ગુજરાતના મોટાભાગના મતદાન મથકોમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું હતું. જેથી આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મહિલા મતદારોની સહભાગીદારી વધે તથા ભારતના ચુંટણીપંચનું સુત્ર “No Voters to be left behind”ને ચરિતાર્થ કરવાનાં હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “૧૦ મિનિટ દેશ માટે” કેમ્પેનનો પ્રચાર-પ્રસાર કરી મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવા જણાવવામાં આવ્યુ હતુ.  જેમાં તા.૩૦/૦૩/૨૦૨૪ સુધીમાં બી.એલ.ઓ.શ્રી અને સ્થાનિક કક્ષાનાં કર્મચારીઓ સાથે મળી ગ્રામ્યકક્ષાનાં મતદારોને “સહ પરિવાર મતદાન”નો સંકલ્પ લેવડાવવા અને મહિલા મતદારોની ચુંટણી પ્રક્રિયામાં હિસ્સેદારી વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.