બગસરા માંથી દેશી હાથ બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

  • 7:50 pm March 18, 2024
મૌલિક દોશી

 

 

અમરેલી પોલીસ અધિક્ષક  હિમકર સિંહ સ દ્વારા આગામી હોળી ધુળેટીના તહેવાર તેમજ લોકસભા ચૂંટણી - ૨૦૨૪ અન્વયે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) નો અમલ કરવામાં આવેલ હોય જેથી એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર  આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે બગસરા, નટવરનગર, સિદ્ધિકી મસ્જીદની સામે રહેતા બાદલ હસનભાઈ સૈયદ વાળાએ પોતાના રહેણાંક મકાને હાજર હોય અને પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) તથા જીવતા કાર્ટીસ નંગ - ૦૨ રાખેલ છે અને તે આજરોજ કોઈ ગુન્હો કરવાની પેરવીમાં હોય જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટનો દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ....