દિવસે વીજળી આપવાની માંગ સાથે હળવદના માનગઢ, ખોડ, મિયાણી, જોગળ ગામના ખેડૂતોની પીજીવીસીએલ કચેરીને રજૂઆત

  • 9:42 pm March 18, 2024
અમિત વિંધાણી

 

હળવદ અજીતગઢ ગામે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપવા હળવદ પી.જી.વી.સી. એલ નાયબ ઈજનેરને ખેડુંતોએ કરી રજુઆત.

મિયાણી સબ સ્ટેશન જેટકો આવેલું છે અત્યાર સુધી પ્રાઇવેટિકરણ હતું હાલ સરકારી જોબ પર આવી જતા લાઇટમાં ફેરફાર થયો ખેડૂતોને પિયત માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપે એવી ખેડૂતોની માંગણી છે . બીજું કે મીયાણી ફિડરની બાજુમાં સોલાર પ્લાન માથી પાવર વધે છે તેમ છતા દિવસનો પાવર આપતા નથી તો દિવસનો પાવર આપે એવી ખેડૂતો દ્વારા હળવદ પી.જી.વી.સી.એલ નાયબ ઈજનેરને રજુઆત કરવામાં આવી છે.