એક ગામમાંથી ઇકોકારની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવી કેમરામાં કેદ..

  • 9:43 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

ગામમાં એક મકાનને નિશાન બનાવ્યું પરતું કઈ હાથ ન લાગ્યું : ગ્રામજનોની કડક પેટ્રોલિંગની માગ

ભરૂચના વડદલા ગામમાં ગામમાં ચોરીની ઈકો લઈને આવેલા તસ્કરો ત્રાટકયા હતા.જેમાં તેઓએ એક મકાનને તોડતા અંદર કઈ પણ મળ્યું ન હોય બીજું મકાન તોડવા જતાં એક બાઈક સવાર આવતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા.જોકે આ તસ્કરોની ફરવાની તમામ હરકતો ગામના સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી.આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનો કડક પેટ્રોલીંગની માગ કરી છે.

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જીહા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વડદલા ગામમાં 14 મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5 ના સમયગાળામાં એક ઈકો કાર લઈને તસ્કરો ત્રાટકયા હતા.જેમાં આ તસ્કરો આખાય ગામમાં ઈકો લઈને ફરીને રેકી કરી હતી.જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું.

આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોચ્યા હતા.પરતું કોઈ બાઈક સવાર ત્યાં આવી જતાં તેઓ ઈકોકાર લઈને ભાગી ગયા હતા.આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી.આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ સી ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, આ તસ્કરો જે ઇકોકાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ હતા.ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રીના કડક પોલીસ પેટ્રોલિંગની માગ કરી છે.