પાલેજ અને કરજણ વચ્ચે આવેલા લાકોદરા નજીક ખાનગી લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી...

  • 9:43 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર લાકોદરા પાસે એક ખાનગી લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સવારે પુના થી અમદાવાદ જતી એ.સી. બસ જી જે ૦૩ બી વી ૮૫૧૧ માં લાકોદ્રા પાટિયા પાસે કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમયસૂચકતા વાપરી મુસાફરો બસમાંથી ઊતરી જતા જાનહાનિ ટળી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઊંચે આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.  પરંતુ લાગેલી આગમાં બસને ભારે નુકસાન થવા પામ્યું હતું..