પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.

  • 9:49 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

મૂળ મધ્ય પ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશ નગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય રીઝમાં મોહમંદ રફી મોહમદ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં શશી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-6પીપીડી પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો તે વેળા તેને અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાકટરના સુપર વાઇઝર દ્વારા ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા તેને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું ગતરોજ રાતે ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.