પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની ત્રણ દીકરીઓએ "આરંગેત્રમ" રજૂ કર્યું

  • 9:51 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

નૃત્ય નિપુણ વિદ્યાર્થિનીઓએ આરંગેત્રમનો કાર્યક્રમ રજુ કરી પોતાની ભરતનાટ્યમની અદભૂત કળાના દર્શન કરાવ્યા

ભરૂચની પટેલ પરિવાર, ચૌધરી પરિવાર તેમજ વાટલીયા પરિવારની ત્રણ દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનો,ઉપસ્થિત  મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું,

શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ, સૌ પ્રથમવાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે, આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે,વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે, ઋતુ પટેલ (ધોરણ ૮, શબરી સ્કૂલ), પ્રાચી ચૌધરી ( ધોરણ ૮, સંસ્કાર વિદ્યાભવન) દુર્વા વાટલિયા ( ધોરણ ૯, જે બી મોદી સ્કૂલ) આ ત્રણેય દીકરીઓએ ભાવ,રાગ અને તાલના અદભૂત સમન્વય સાથે કાર્યક્રમ રજૂ કર્યો. ત્રણેય નૃત્યાંગનાઓ તેમના માતા પિતાના સહયોગથી છેલ્લા એક વર્ષથી આ આરંગનેત્રમ કાર્યક્રમની તૈયારી કરી રહયા હતા. છેલ્લા ૭ વર્ષથી ગુરૂ શ્રી શિવકુમાર પિલ્લાઈ અને શ્રીમતી દીપા શિવકુમારે કઠીન અને જટીલ કળાનું સિંચન કરી આ દીકરીઓને સફળતા પ્રાપ્ત કરાવી છે આ રજૂઆત સાથે તેમણે ભરૂચના કલા અને સંસ્કૃતી સાથે જોડાયેલ નામોમાં પોતાનું નામ જોડી દીધું છે પંડિત ઓમકારનાથ હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનો,ઉપસ્થિત મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કર્યું,સૌને મંત્રમુગ્ધ કર્યા હતા,
આ પ્રસંગે વિશેષ પર્યાવરણ વિદ અને સમાજ સેવિકા નૈરુતિબેન શાહ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું,.