લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરાયું

  • 9:52 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

 

ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ આચારસંહિતાના સંદર્ભમાં કલેકટર કચેરી ખાતે ઈલેક્ટ્રોનિક મિડીયા એન્ડ મોનિટરિંગ કમિટી  (EMMC) મીડીયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે.  
    વધુમાં,  અદ્યતન કોમ્યુટરની સુવિધા, ૨૪ કલાક રેકોર્ડીંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી ૨૪ કલાક મોનીટરીંગ થશે. આ મિડીયા સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે.  મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી  (EMMC) મીડીયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારું માર્ગદર્શન આપ્યું હતું.
        આ વેળાએ અધિક કલેકટરશ્રી એન આર ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ એમ ગાંગુલી, નાયબ માહિતિ નિયામક બી.સી. વસાવા સહિત વિવિધ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.