લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચુસ્ત આચાર સંહિતાના અમલીકરણ અંગે બેઠક યોજાઈ
- 9:58 pm March 18, 2024
જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચરસંહિતાનો અસરકારક અમલ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસરશ્રીઓ સાથે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લાનાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર ડી.સુમેરા ધ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અન્વયે જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલ માટે જિલ્લાનાં તમામ સંકલન સમિતીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી તમામ અધિકારીશ્રીઓને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ધ્વારા આપેલા પરીપત્ર અનુસાર આદર્શ આચાર સંહિતાનું યથાર્થ પાલન થાય તે અંગે તમામને માહિતગાર કરી આદર્શ આચરસંહિતાનો અસરકારક અમલ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસરશ્રીઓ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. અને તમામ કામગીરીને સુપેરે પાર પાડવા કેટલાક રચનાત્મક સુચનો કર્યો હતા.
વધુમાં ચૂંટણીને લગતી કોઇ પણ કામગીરીને સામાન્ય ન લેતા વધારે સતર્કતા અને પુરી જવાબદારીથી કામગીરી સંપન્ન કરવી. તેમણે સૌને વખતો વખતની સુચનાઓ મુજબ અપડેટેડ રહી એલર્ટ મોડમા કામગીરી કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.