ભરૂચની વસંત મિલની ચાલ વિસ્તારમાં ઘરનો દરવાજો ખોલાવી અજાણ્યા વ્યક્તિએ કેરોસીન ભરેલા પાઉચ મારી યુવકને જીવતો સળગાવ્યો..

  • 10:04 pm March 18, 2024
રિઝવાન સોડાવાલા

 

આગની લપેટમાં આવેલો કિશન વસાવા વિસ્તારમાં દોડતા લોકોએ ઓલવવાનો કર્યો પ્રયાસ..ગંભીર રીતે દાજ્યો..

કિશન વસાવાને આગની લપેટમાંથી બચાવવા પડેલો ભાઈ પણ દાજ્યો..

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં રહેલા યુવકે દરવાજો ખોલતા જ અજાણ્યા વ્યક્તિએ તેની ઉપર કેરોસીન ના પાઉચ નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરતા આગની લપેટમાં આવેલું યુવક જીવ બચાવી વિસ્તારમાં બહાર આવતા લોકોએ તેને બચાવી ગંભીર રીતે દાઝેલો હોય સારવારથી ભરૂચ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો છે જ્યારે બચાવવા પડેલા તેનો ભાઈ પણ દાજ્યો હોવાના કારણે તેની પણ સારવાર કરાવી છે

ભરૂચના જુની વાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા કિશનભાઇ કાલુભાઈ વસાવા તેમના ઘરે હાજર હતા તે દરમિયાન બપોરના ચાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણ્યા વ્યક્તિએ કિશન વસાવા ઉપર કેરોસીન ના પાઉચ નાખી તેની પાસે રહેલો દીવો છુટો મારી તેને જીવતો સળગાવ્યો હતો અને કિશન વસાવા આગની લપેટમાં આવી જતા બુમાબૂમ કરી ઘરની બહાર દોડ્યો હતો અને તેને ઓલવવા માટે તેનો ભાઈ પણ પડ્યો હતો સાથે વિસ્તારના લોકો પણ કિશન વસાવા આગની લપેટમાં હોય તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ કિશન વસાવા ગંભીર રીતે દાજ્યો હતો અને તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આગની લપેટમાં રહેલા કિશન વસાવાને બચાવવા માટે પડેલો ભાઈ પણ શરીર દાજ્યો હતો

કિશન વસાવાને સળગાવી દેવાના પ્રયાસનો મામલો પોલીસ મથકે પહોંચતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.ડી ફુલતરીયા ડીવાયએસપી સી.કે પટેલ સહિતનો પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે રહેલા ગંભીર રીતે દાઝી ગયેલા કિશન વસાવાનું નિરીક્ષણ કરી તેને બચાવવા પડેલા દાઝી ગયેલા ભાઈની પણ પૂછપરછ કરી હતી અને કોની ઉપર શંકા હોઈ શકે તે બાબતે પૂછપરછ કરી અજાણ્યા હત્યાનો પ્રયાસ કરવા આવેલાનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા છે

સતત ભરચક વિસ્તારમાં ઘટના ઘટી..

ભરૂચના જુનીવાડી વિસ્તાર એટલે કે ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને ગલી ખાંચાઓ સૌથી વધુ છે અને તેવી ગલી ખાચાઓ વચ્ચે અજાણ્યા યુવકે આવી એક વ્યક્તિ ઉપર કેરોસીન નાખી તેને સળગાવી દઈ જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે સતત ભરચક વિસ્તાર હોવા છતાં હત્યાનો પ્રયાસ કરવા આવેલો વ્યક્તિ ગુનો આંચરી ઘટના સ્થળેથી રફુ ચક્કર થઈ ગયો હતો

હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે :- સી.કે પટેલ ડીવાયએસપી

અજાણ્યા વ્યક્તિએ એક વ્યક્તિને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કયા કારણોસર ઘટના ઘટી છે તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ જેને સળગાવવાનો પ્રયાસ કરાયો છે તેનો ભાઈ પણ ઇજાગ્રસ્ત છે અને તેની ફરિયાદ લઈ અત્યારના પ્રયાસની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ ઘટનામાં ઝીણવટ ભરી તપાસ કરી આરોપીની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે તેમ ડિવાયએસપી સી.કે પટેલે જણાવ્યું હતું

ગંભીર રીતે દાઝી ગયેલાની કમર ઉપર પહેરેલા પેન્ટના પટ્ટાના ભાગ પેન્ટના કાપડ સાથે પોલીસે કબજે કર્યો..

અજાણ્યા વ્યક્તિએ કિશન વસાવાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં આગની લપેટમાં જાહેર ઘરની બહાર નીકળ્યો હતો અને તેને ઓલવવા માટે વિસ્તારના લોકો પડ્યા હતા અને તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું માત્ર પેન્ટ પણ માત્ર પટ્ટાની જગ્યાની સાઈડનું જ પેન્ટનું કાપડ બાકી હતું જે પણ ઘટના સ્થળ પરથી પોલીસે કબજે કર્યું છે