તરોપા અને આમલેથા ગામ વચ્ચેની કરજણ ડાબા કાંઠા ની મુખ્ય કેનાલ વારંવાર તૂટતાં આંદોલન ની ચીમકી

  • 10:06 pm March 18, 2024
ભરત શાહ

 

 

કરજણ ડાબા કાંઠા મેઈન કેનાલ તરોંપા અને આમલેથા ની વચ્ચે વારંવાર તૂટે છે કરોડો નો ખર્ચ કર્યો છે કેનાલ બનાવવામાં અને વારંવાર તૂટી જાય છે રીપેર કરવા માટે પણ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે પણ એની એ જ પરિસ્થિતિ આવી ને ઉભી થાય છે. જે પણ કોન્ટ્રાકટર કામ કરે છે એને બ્લેકલિસ્ટ માં મુકવામાં આવે અને મોટા ભાગે રાજકીય પાર્ટીના ડિગ્રી વગર ના કોન્ટ્રાકટર કામ કરે છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે . હાલમાં ઉનાળા નો સમય છે અને ખેડૂતો ને પાણી ની ખૂબ જરૂર છે તેવા સમયમાં વારંવાર કેબલ તૂટતાં ધરતીપુત્રો ના પાકને નુકશાન થાય છે,હાલ માં હજારો એકર જમીન માં ખેડૂતો એ કેળા શેરડી જેવા પાકોનું વાવેતર કરેલું છે ત્યારે અવાર નવાર આ કેનાલ માં ગાબડું પડતાં પાણી બંધ કરાઇ છે માટે ખેડૂતો ના પાકને પાણી નહિ મળતા મોટું નુકશાન થઈ રહ્યું છે. જેથી આ કેનાલ ની યોગ્ય મરામત કરવામાં આવે નહિ તો ખેડૂતો એ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું પ્રમુખ,નાંદોદ તાલુકા કોંગ્રેસ સેવાદળ ના પ્રતીક વસાવા એ એક વીડિયો ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું.