ઉંડવા ગામે લગ્ન માં મોડી રાત્રે બેન્ડ વગાડનાર બેન્ડ સંચાલક અને દીકરીના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ

  • 10:09 pm March 18, 2024
ભરત શાહ

 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઉંડવા ગામમાં દીકરીના લગ્નમાં બેન્ડ મંગાવી મોડી રાત્રે વગાવડાવનાર દીકરીના પિતા અને બેન્ડ ના સંચાલક વિરૂદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

મળતી વિગતો અનુસાર બેન્ડ સંચાલક મુકેશભાઈ ભારતભાઈ વસાવા રહે.સેંગપરા (નિશાળ ફળિયું) તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓએ લગ્ન પ્રસંગમાં રાત્રીના કલાક.૦૧/૧૦ વાગ્યા સુધી વગર પરવાનગીએ લાઉડ સ્પીકર આઇસર ટેમ્પો નંબર GJ-16-AU-4414 માં ગોઠવી ઉચા અવાજે બેન્ડ વગાડી તથા આ બેન્ડ મંગાવનાર સુકરામભાઈ હિમ્મતભાઈ તડવી રહે.ઊડવા તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાએ પોતાની દિકરીના લગ્ન પ્રસંગમાં કોઈ પણ જાતની પરવાનગી વગર મોડી રાત્રી સુધી બેન્ડ વગડાવી હાલમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ ની ચાલતી બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી કરવામાં ખલેલ પડે તે રીતે વગાડી નિયમો નું પાલન નહિ કરવા બદલ બેન્ડ સંચાલક અને દીકરીના પિતા સામે ગરુડેશ્વર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.