માંડણ ટેકરા પાસે ટ્રકમાંથી ખેરના 12 ટન ગે.કા. લાકડા નો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા
- 10:12 pm March 18, 2024
નર્મદા જિલ્લામાં ખેરના લાકડાની તસ્કરી વધુ પ્રમાણ માં ચાલતી હોવાનું જોવા મળે છે જેમાં અવાર નવાર વન વિભાગ અને પોલીસ ખેરની તસ્કરી કરતા તત્વોને જબ્બે કરી ગુના દાખલ કરે છે અને હાલમાં નર્મદા એલસીબી પોલીસે આવી એક ખેરની તસ્કરી નો ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાંથી ગેરકાયદેસર ચીજવસ્તુ ઓની હેરફેરના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા માટે કડક નિર્દેશો કરતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો નાકાબંધી તેમજ વોચમાં હતા એ દરમ્યાન માંડણ ગામના ટેકરા પાસે આવતા મોવી તરફથી એક ટ્રક નં.જી.જે.૩૧ ટી ૬૮૩૧ આવતા જે શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખી ટ્રકમાં તપાસ કરતા ટ્રક માંથી પ્રતિબંધીત અંદાજીત ૧૨ ટન જેટલા ખેર વુક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો આ ૧૨ ટન જેટલા ખેર વુક્ષના લાકડાનો જથ્થા બાબતે ડ્રાઇવર પરવેઝ આલમ ફીરોજશા રહે. ગરીબ નવાજ હોટલની પાછળ, ભીલાડ તા.ઉમરગામ જી.વલસાડ મુળ રહે.નોબતપુર તા.ચંડોલી જી.બનારસ( યુ.પી) ની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતા આ ૧૨ ટન જેટલા ખેર વુક્ષના લાકડાનો ગેરકાયદેસર જથ્થાને આગળની કાર્યવાહી માટે વન વિભાગ નર્મદા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર,રાજપીપલા નાઓને સોંપતા રેન્જ ફોરેસ્ટ ઓફીસર,રાજપીપલા નાઓ એ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
બોક્ષ : પીઆઈ આર.જી.ચૌધરી તાજેતર માં જ રાજપીપળા ટાઉન પો.સ્ટે. માંથી એલસીબી માં મુકાયા છે જેમાં ચાર્જ સંભાળતા જ પ્રથમ ગુનો પોઇચા ગામ માંથી રૂ.6.36 લાખના લોખંડના સળીયા સાથે એક ઇસમ સાથે ટેમ્પો ને ઝડપી પાડ્યો હતો અને હાલમાં ખેરના લાકડાનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડતા ગુનેગારો માં ફફડાટ ફેલાયો છે.