રાજપીપળા નાં મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા હેડેક બની : આડેધડ પાર્કિંગ માં દંડ ફટકારવો જરૂરી

  • 10:20 pm March 18, 2024
ભરત શાહ

 

સોમવારે સવારે સફેદ ટાવર પાસે થયેલા ટ્રાફિક જામ માં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી

 રાજપીપળા શહેરમાં ટ્રાફિક સમસ્યા માં કોઈજ સુધારો જણાયો નથી પોલીસ વિભાગ અવાર નવાર વેપારીઓ સાથે મિટિંગ કરી ટ્રાફિક હળવું થાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ મુખ્ય માર્ગ પર ગમે ત્યાં પાર્ક થતા ફોર વ્હીલ વાહનો ની સંખ્યા હજુ ઘટી નથી તેમજ હાલમાં ઘણા દિવસોથી મુખ્ય માર્ગ ઉપર ખોદકામ ચાલુ હોવાથી ટ્રાફિક જામ વધુ થઈ રહ્યો છે
હાલમાં સફેદ ટાવર પાસે પાલિકા દ્વારા પણ જેસીબી થી ખોદકામ થતાં સોમવારે સવારે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો

અનેકવાર રાજપીપળા પોલીસે ડીવાયએસપી ની હાજરી માં ટ્રાફિક સમસ્યા ગંભીર હોય એ બાબતે વેપારીઓ સાથે મિટિંગ કરી હતી જેમાં વેપારીઓને સહકાર આપવા અને પોલીસ પણ આડેધડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરશે તેમ જણાવાયું હતું પરંતુ થોડાક દિવસ આ ઝુંબેશ ચાલ્યા બાદ હાલમાં ફરી આડેધડ પાર્કિંગ થતા હોવાથી પરિસ્થિતિ માં કોઈ સુધારો જોવા મળ્યો નથી માત્ર ટ્રાફિક બ્રિગેડ નાં જવાનો સિટી મારતા જોવા મળે છે જોકે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો ને દંડ ફટકારી વાહન જપ્ત કરવા સુધીની કામગીરી જો પોલીસ કરે તો થોડાક જ દિવસમાં ટ્રાફિક સમસ્યા માં ઘણો સુધારો થઇ શકે છે.માટે ટાઉન પોલીસે આ મુદ્દે કડક કાર્યવાહી કરવી પડશે.
સોમવારે સવારે સફેદ ટાવર પાસે થયેલા લાંબા ટ્રાફિક જામ માં એક 108 એમ્બ્યુલન્સ પણ હતી અને ત્યાં તૈનાત ટ્રાફિક બ્રિગેડ ના જવાનો પણ ટ્રાફિક હળવો કરવા મહેનત કરી રહ્યા હતા છતાં ઉતાવળિયા વાહન ચાલકો જ્યાં થોડીક જગ્યા મળી ત્યાં ઘુસી જતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આવા સમયે કોઈ મહિલાની ઇમરજન્સી ડિલિવરી કે અન્ય ગંભીર દર્દી ને એમ્બ્યુલન્સ માં લઇ જવો ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે માટે પોલીસ અને વેપારીઓ એ આ ગંભીર સમસ્યા નો ઉકેલ લાવવા કમર કસવી પડશે.