કોરોના કેર વચ્ચે મહિસાગરમાં કમલેશ બારોટના ડાયરામાં લોકજુવાળ ઉમટ્યું
- 6:53 pm April 5, 2021
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે અને અનેક ગામડાઓ સ્વૈચ્છિક લૉકડાઉન તરફ જઇ રહ્યાં છે. ત્યારે બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં ધામધૂમપૂર્વક રાકેશ સોલંકીનો લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા ટીમલી કલાકાર કમલેશ બારોટનો ડાયરો પણ રાખવામાં આવ્યો હતો. જેમાં સેંકડો લોકોની ભીડ જાેવા મળી છે. આ ભીડમાં નથી કોઇ સોશિયલ ડિસ્ટન્સ કે નથી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા. હવે આટલી મોટા પ્રમાણમાં ભેગી થયેલી ભીડમાં કોરોના વિસ્ફોટ થશે તો જવાબદાર કોણ રહેશે?
મળતી માહિતી પ્રમાણે, આ કમલેશ બારોટના ડાયરામાં બે હજારથી ૨૫૦૦ જેવા લોરો એકઠા થયા હતા. આ કાર્યક્રમ જીઁ ઓફિસથી માત્ર ૨૦૦ મીટર દૂર થયો હતો. પરંતુ ન તો તંત્રને કે પોલીસને આટલી મોટી ભીડથી કોઇ વાંધો હોય તેવું દેખાતુ ન હતું. લોકો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા જ ન હતા.
થોડા દિવસ પહેલા નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જાેગાભાઇ ભીખાભાઇ પાડવીએ એમની પુત્રીના લગ્ન પ્રસંગે રાત્રિના સમયે મોટી મેદની ભેગી કરી હતી. જેમા ડી જેના તાલે નાચ ગાનનું આયોજન કર્યું હતું. જેને લઇ આયોજકો જાેગાભાઇ પાડવી અને કોહિનૂર બેન્ડના દિલીપ કોટવાળીયા તથા આશિષ વસાવા સામે ગુનો દાખલ કરી એમની અટક કરી હતી. આ સંદર્ભે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ગુરુવારે પીએચસીના સ્ટાફ સાથેની ત્રણ ટીમ વેલદા ગામે મોકલવામાં આવી હતી.