સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ૧૧ હજાર રુપિયામાં લગ્નવિધિ થશે

  • 7:11 pm April 5, 2021

દેશ-વિદેશના લોકો હવે જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્યે ફકત રૂ.૧૧ હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્ન કરી શકશે. લગ્નવિઘિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિઘા સોમનાથ મંદિર ટ્રસ્ટ ઉપલબ્ઘ કરાવશે. આ સુવિઘાથી આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીંગ ડેસ્ટીનેશન બની રહેશે.

એક તરફ વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોનો ખર્ચ સામાન્ય અને મઘ્યમ વર્ગની પરવડતો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્ટીનેશનનો ક્રેઝ વઘી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્યાત ઘાર્મિક સ્થળોએ લગ્ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ચલણને ઘ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્રારા એક નવો મઘ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક ર્નિણય કર્યો છે.

જે અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ સાંનિઘ્યે કેન્દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્ટ ફેસેલીટી કેન્દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં કોઇપણ નાગરીક લગ્નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્ટએ કરેલ છે. જેના માટે રૂ.૧૧ હજાર રકમ ભરશે એટલે ટ્રસ્ટ દ્રારા વેદોકટ પુરાણોકત રીતે લગ્ન વિઘિ કરાવી આપશે.