રાજકોટમાં ક્રેડિટ સોસાયટીના નામે ૫૦ કરોડથી વધુ છેતરપિંડીમાં એસઆઇટીની રચના

  • 7:13 pm April 5, 2021

સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ૩ સંચાલકની ધરપકડ કરી હતી.

શહેરમાં ત્રણ દિવસ પહેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા અનેક સામાન્ય લોકોની લાંબી લડત બાદ આખરે સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ૩ સંચાલકોની પોલીસે ધરપકડ કરી હતી. આશિષ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોએ ૧૧૧ રોકાણકારના ૪.૭૩ કરોડ રૂપિયા ઓળવી ગયાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો. પરંતુ પોલીસે તપાસ કરતાં આ કૌભાંડનો આંકડો ૫૦ કરોડ સુધી પહોંચ્યો હતો. પોલીસે મુખ્ય સંચાલક સહિત ત્રણને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી. હવે રાજકોટ શહેર પોલીસ સમિશનરે આ કેસમાં જીૈં્‌ની રચના કરી છે. જેમાં ડીસીપી, એસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇની ટીમ તપાસ કરશે. ક્રેડિટ સોસાયટી સાથે જાેડાયેલા લોકોની મિલકત, થાપણદારોના રૂપિયા અને તેમાંથી કરેલા રોકાણ અંગેના હિસાબોની તપાસ કરશે.

યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરસાણાનગર- ૪માં રામદેવપીર મંદિર પાસે રહેતાં અને પ્રાઇવેટ નોકરી-સફાઇ કામ કરતાં રાજેશભાઇ જીવરાજભાઈ વાઘેલાની ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, દિવ્યેશ અશોકભાઇ કાલાવડીયા અને હિતેષ મનસુખલાલ લુક્કા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એક્ટની કલમ ૩ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તપાસને અંતે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.