આનંદ મહિન્દ્રાએ ભારતીય ટીમના ખેલાડી મોહમ્મદ સિરાજને ગિફ્ટ SUV કાર

  • 7:20 pm April 5, 2021

ટીમ ઇન્ડિયાએ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં તેમની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં કાંગારુઓને માત આપી, કાંગારુઓને માત આપવાની સાથે ભારતે ઇતિહાસ પણ રચી દીધો. સૌથી ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયાએ મોહમ્મદ સિરાજ જેવા નવા ખેલાડીઓના દમ પર આ સફળતા મેળવી હતી. મોહમ્મદ સિરાજ જેવા નવા ખેલાડીઓના દમ પર ભારતીય ટીમે ટેસ્ટમાં નંબર એક ટીમનો સજ્જડ હાર આપી હતી. યુવા ખેલાડીઓની સફળતાને જાેઇને ભારતના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ડેબ્યૂ કરનારા ખેલાડીઓને જીેંફ કાર ગિફ્ટ કરવાનો વાયદો કર્યો હતો. હવે આ એસયુવી મોહમ્મદ સિરાજને ગિફ્ટ મળી ગઇ છે. 

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને આનંદ મહિન્દ્રા તરફથી એસયુવી કાર ગિફ્ટમાં મળી. મોહમ્મદ સિરાજે આ શાનદાર આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો. મોહમ્મદ સિરાજે કહ્યું, મારી પાસે અત્યારે કહેવા માટે કોઇ જ શબ્દ નથી. આ એકદમ સુંદર ગિફ્ટ મેળવીને હું મારી ખુશની કંઇ રીતે વ્યક્ત કરુ, તે મને ખબર નથી પડતી. બસ હુ તમારો ખુબ ખુબ આભારી રહીશ.

મોહમ્મદ સિરાજ હાલ આઇપીએલના કારણે આરસીબીની સાથે બાયૉ બબલમાં છે. મોહમ્મદ સિરાજના ભાઇ અને માં આનંદ મહિન્દ્રને મળ્યા અને જીેંફને મેળવી હતી. 

મોહમ્મદ સિરાજ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા તરફથી માત્ર ૫ ટેસ્ટ જ રમ્યો છે. મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબૉર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે પોતાની પહેલી સીરીઝમાં જ ભારતનો સૌથી સફળ બૉલર બની ગયો હતો. સિરાઝે ત્રણ ટેસ્ટમાં ૧૩ વિકેટ ઝડપીને પોતાનો દમ બતાવી દીધો હતો.