'બહૂ હમારી રજનીકાંત' ફૅમ રિદ્ધિમા પંડિતની માતાનું થયું નિધન

  • 7:27 pm April 5, 2021

'બહૂ હમારી રજનીકાંત' ફૅમ સિરિયલની એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતની માતાનું નિધન થયું છે. તેમને કોરોના હતો અને તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. રિદ્ધિમાની માતાને કિડની સંબંધીત બીમારી હતી. જાેકે, કોરોનાનો ચેપ લાગ્યો તે પહેલાં તેઓ ઠીકા હતા.

એક રિપોર્ટમાં કહ્યું, 'તે પોતાના જીવનને સારી રીતે મેનેજ કરતાં હતાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ના કરાવી પડે તેનું ધ્યાન રાખતા હતા. જાેકે, કમનસીબે તેમને કોરોનાનો ચેપ લાગ્યો અને ફરીથી કોમ્પ્લિકેશન શરૂ થયા. મોત પહેલાં પરિવારના સભ્યો તેમને મળી શક્યા નહીં. હોસ્પિટલમાં એડમિટ હોવાને કારણે પરિવારના સભ્યો મળી શકે તેમ નહોતા. જાેકે, રિદ્ધિમા ઘેરા આઘાતમાં છે.

રિદ્ધિમાની વાત કરીએ તો 'બહૂ હમારી રજનીકાંત' ઉપરાંત વેબ સિરીઝ 'યે કે હુઆ બ્રો', 'હમઃ આઈ એમ બિકોઝ ઓફ અસ'માં કામ કર્યું હતું. 'ફિઅર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી ૯'માં સેકન્ડ રનરઅપ રહી હતી. તેણે કોમેડી શો 'ખતરા ખતરા ખતરા'માં કામ કર્યું હતું.