કોરોનાની અસર શેરબજાર પરઃ સેન્સેક્સમાં ૮૭૦ અંકનું ગાબડું

  • 7:42 pm April 5, 2021

દેશમાં વધતા જતા કોરોનાના કેસને કારણે સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. અનેક રાજ્યોમાં લોકડાઉનને લીધે આર્થિક કામકાજ પર પણ અસર થઈ છે. જેને પગલે ભારતીય બજારમાં ભારે ઘટાડો થયો છે. સવારે સેન્સેક્સ સામાન્ય લેવલ પર શરૂ થયું હતું. જાેકે બજાર કામકાજને અંતે શેરબજાર ૮૭૦ પોઇન્ટ ગગડી ૪૯,૧૫૯ બંધ રહ્યું છે. સેન્સેક્સમાં સ્થાન ધરાવતી ૩૦ પૈકી ૨૫ કંપનીના શેરમાં મંદી જાેવા મળી છે. જેમાં બજાજ ફાઈનાન્સ,અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે ૫.૬%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં ૨૬ માર્ચે સેન્સેક્સ ૪૯ હજારથી નીચે આવ્યો હતો. સેન્સેક્સ ૮૭૦.૫૧ પોઇન્ટ અથવા ૧.૭૪ ટકા ગગડી ૪૯,૧૫૯.૩૨ રહ્યો છે. આમ આજે સોમવારે રોકાણકારોને શેરબજારમાં  ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

નિફ્ટી પણ ૨૩૦ પોઇન્ટ ગગડીને ૧૪,૬૩૭ પર બંધ રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ અને ઓટો શેરોમાં કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી બેન્કોના શેરોમાં સૌથી વધારે ધોવાણ થયું છે, જેમાં કેનેરા બેન્ક ૬ ટકા ગગડ્યો છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ૧,૧૭૯ પોઇન્ટ એટલે કે ૩.૫ ટકા ગગડી ૩૨,૬૭૮ પર બંધ રહ્યો છે. એવી જ રીતે ઓટો ઈન્ડેક્સ પણ ૨.૫ ટકા નીચે આવ્યો છે, જ્યારે ૈં્‌ ઈન્ડેક્સ ૫૧૧ પોઇન્ટ અથવા ૨ ટકા વધીને બંધ રહ્યો હતો.

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત વિક્રમી ઘટાડા સાથે થઈ હતી. વિશ્વના અર્થતંત્રમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું હોવાથી આજે ભારતીય શેરબજારમા ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવની ચિંતામાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને રાજ્ય સરકાર સાથેની બેઠકમાં બીજા તબક્કાનો કોરોના દેશમાં ફરી વળ્યો હોવાની દહેશત વ્યકત કરી છે. તેની શેરબજારમાં ભારે નકારાત્મક અસર જાેવા મળી હતી. કેટલાક રાજ્યોએ તો ચોક્કસ સમય માટે કફ્ર્યુ અમલી કરી દીધો હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ રહ્યો હતો તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલીકોમ અને ટેક શેરોમાં લેવાલી જાેવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૬ અને વધનારની સંખ્યા ૧૦૫૯ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૩૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.