સાઉદી અરબે એશિયામાં આવતા કાચા તેલના ભાવમાં કર્યો વધારો

  • 7:46 pm April 5, 2021

સાઉદી અરબે મેમાં એશિયા માટે મોકલવામાં આવનારા ક્રુડ ઓઇલના ભાવ વધારી દીધા છે, જ્યારે યૂરોપ માટે ઈંધણના ભાવોમાં કોઈ વધારો નથી કર્યો. સાઉદી અરબે રવિવારના સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ દુનિયાના સૌથી મોટા ઈંધણ સપ્લાયરે સ્પષ્ટ કરી દીધું છે કે સાઉદી અરબથી ઇંધણ આયાતમાં કાપ મુકવાના ભારતના ર્નિણયથી તેના પર કોઈ ફરક પડવાનો નથી. રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબે ક્રુડ ઓઇલના ભાવોમાં એટલે કે સત્તાવાર વેચાણ કિંમત (ર્ંજીઁ)માં ૨૦-૩૦ ટકાનો વધારો કર્યો છે.

સાઉદી અરબની સરકારી કંપની સાઉદી અરામકો કરાર અંતર્ગત દર મહિને ઈંધણના ભાવો નક્કી કરે છે. જાે કે અન્ય પશ્ચિમી એશિયાઈ દેશોએ પોતાના ઈંધણની કિંમતોને ઓછી કરવાના સંકેત આપ્યા છે. સાઉદી અરામકોએ ભાવોમાં એ સમયે વધારો કર્યો જ્યારે ભારતે પોતાના દેશની રિફાઇનરીઓથી સાઉદી અરબથી આયાતમાં કાપ કરવા અને ઈંધણના પ્રોડક્શનને વધારવા કહ્યું છે. ઈંધણની કિંમતોને ઓછી કરવાના ભારતના અનુરોધને નજરંઅંદાજ કરીને સાઉદી અરબે ભાવ વધારી દીધા છે.

આના પર ભારતના કેન્દ્રીય પેટ્રોલિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિરાશા વ્યક્ત કરી હતી અને રિફાઇનરીઓને તેલની આયાતમાં કાપ મુકવાનું પગલું ઉઠાવવા કહ્યું હતુ. ભારતના આ પગલાને સાઉદી અરબના ર્નિણયની સામે લેવામાં આવેલા પગલા તરીકે જાેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે ક્રુડ ઓઇલના ભાવ ઓછા કરવા માટે સાઉદી અરબને અપીલ કરી હતી, પરંતુ ત્યાંના મંત્રી અબ્દુલ અજીઝ બિન સલમાન અલ સઉદનું કહેવું હતુ કે, ભારત પોતાના એ સ્ટ્રેટેજિક તેલ રિઝર્વનો ઉપયોગ કરે જે તેણે ગત વર્ષે તેલના ઘટતા ભાવો દરમિયાન ખરીદીને જમા કર્યું છે.