પીઆઇ ઉમેદવારોની શારિરીક પરીક્ષા ૧૯થી ૨૦ જૂનના રોજ લેવાશે

  • 7:49 pm April 5, 2021

ગાંધીનગર ખાતે કરાઇ પોલીસ એકેડમીમાં ઉમેદવારોની પરીક્ષા લેવાશે

ગુજરાતમાં એકબાજુ કોરોના કાળમાં સરકારી ભરતીઓ અટકી પડી હતી. જાે કે કોરોના કેસો ઓછાં થતાં રાજ્યમાં ફરીથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જાે કે હવે ફરીથી કોરોના કેસોમાં વધારો આવતાં સરકારી નોકરીઓ ઈચ્છતા યુવાનોમાં ફરીથી ભરતી બંધ થઈ જશે તેવો ડર છે. તેવામાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈ જીપીએસસી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન પાસ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. અને ગાંધીનગર ખાતેની કરાઈ પોલીસ એકેડમીમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત ૧૯ થી ૨૦ જૂનના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જીપીએસસી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.