જામનગરમાં ૮ મહિના પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
- 7:50 pm April 5, 2021
જામનગરની લાલપુર ચોકડી નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીએ આઠ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.
બનાવની વિગત પર નજર કરીએ તો, લાલપુર ચોકડી નજીક આવેલી સોસાયટીમાં રહેતા પૂજાબેન આશિષ ગોંડલિયા નામની યુવતીએ આજે પોતાના ઘર પર પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
મૃતક યુવતીએ આજથી આઠ મહિના પહેલા પોતાના પરિવારની ઈચ્છાથી ઉપરવટ જઈ પ્રેમલગ્ન કર્યા હોય તેને લાગી આવ્યું હતું. આ વાતને લઈ તેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે મૃતક યુવતીના પતિનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.