ભરુચ એલસીબીએ ૨.૬૧ લાખના દારુ સહિત ૫.૬૨ લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા
- 7:54 pm April 5, 2021
ભરૂચ એલસીબી પોલીસે વડદલા પાટિયા નજીકથી આઇસર ટ્રકમાં ચોર ખાનામાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ઈસમોને રૂપિયા ૨.૬૧ લાખના દારૂ સહિત રૂપિયા ૫.૬૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ વડદલા પાટિયા નજીક વોચ ગોઠવી ઊભો હતો. તે દરમિયાન બાતમીના આધારે આઇસર ટ્રક નંબર-એમ.એચ.૪૮.જી.૪૨૧૪ આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. અને તપાસ કરતાં ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની ૧૯૩૮ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે રૂપિયા ૨.૬૧ લાખનો દારૂ અને ત્રણ લાખની ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારના ઉમરદા ગામમાં રહેતા દિપક મેઘવાલ અને રાકેશ મેઘવાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.