મોઈન અલીએ દારૂની બ્રાન્ડનો લોગો ધરાવતી જર્સી પહેરવાનો કર્યો ઈનકાર

  • 7:56 pm April 5, 2021

ઈંગ્લેન્ડનો મુસ્લિમ ક્રિકેટર મોઈન અલી આગામી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમવાનો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટીમને જર્સી પર દારૂની બ્રાન્ડનો લોગો હટાવવાનું કહ્યું છે. જેને ચેન્નઈ ટીમે મંજૂરી આપી છે. આઈપીએલ-૨૦૨૧નો પ્રારંભ ૯ એપ્રિલથી થશે.

ચેન્નઈ ટીમની જર્સી પર એસએનજે ૧૦૦૦૦ પેકેજ્ડ ડ્રિકિંગ વોટર અને બ્રિટિશ એમ્પાયર ગ્લાસિસ જે એસએનજે ડિસ્ટિલરિસ પ્રાઈવેટ લિમિટેડની પ્રોડક્ટ છે. કરાર પ્રમાણે જર્સીમાં હાથ પર એસએનજે ૧૦૦૦૦નો લોગો હશે જ્યારે બ્રિટિશ એમ્પાયરનો લોકો હેલ્મેટની પાછળ લગાવેલો હશે.

ઈસ્લામમાં દારૂના સેવન પર પ્રતિબંધ છે અને મોઈન અલી મુસ્લિમ છે. તેથી તેણે ચેન્નઈ ટીમ મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે ફ્રેન્ચાઈઝી તેની જર્સી પરથી આ બ્રાન્ડનો લોગો દૂર કરે. માનવામાં આવી રહ્યું છે કે ચેન્નઈ ટીમે મોઈન અલીની આ વિનંતીને માન્ય રાખી છે.

સીએસકેના સહયોગીએ જણાવ્યું, ચેન્નઈ તેના ખેલાડીઓ અને તેમના ર્નિણયોનું સન્માન કરે છે. જાે તેઓ દારૂની બ્રાન્ડનો લોગો ધરાવતી જર્સી પહેરવા ઈચ્છતા નથી તો અમે તેમના ર્નિણયનું સન્માન કરીએ છીએ. બધાએ તમામ લોગો વાળી જર્સી પહેરવી તેનું ફરજિયાત નથી.

ચેન્નઈની ટીમમાં સાઉથ આફ્રિકાનો લેગ સ્પિનર ઈમરાન તાહિર અને કેએમ આસિફ છે. તાહિરે પણ ભૂતકાળમાં દારૂની બ્રાન્ડનો લોગો ધરાવતી જર્સી પહેરવાનો ઈનકાર કર્યો હતો.