વોશિંગટન સુંદરે તેના પાળતુ શ્વાનનું નામ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સ્ટેડિયમ 'ગાબા' રાખ્યું

  • 7:57 pm April 5, 2021

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે તેમના પાળતુ શ્વાનનું નામ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ગાબાના નામ પરથી રાખ્યું છે. વોશિંગટને સો.મીડિયા પર તેમના પાળતુ શ્વાન 'ગાબા'નો પ્રશંસકો સાથે પરિચય કરાવતાં કહ્યું હતું કે તેમણે પાળતુ શ્વાનનું નામ ગાબા રાખ્યું છે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં સ્થિત ગાબા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે આ વર્ષની શરુઆતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતી હતી.

આ જીત ઐતિહાસિક એટલા માટે છે, કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ એવી પહેલી ટીમ છે જેણે ૩૨ વર્ષના લાંબા સમયગાળામાં પહેલી વાર ગાબા સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હાર આપી છે. ભારતે આ રસપ્રદ અને ઐતિહાસિક મેચમાં ૩૨૮ રનનો લક્ષ્ય પૂરો કર્યો હતો.

વોશિંગટન સુંદર માટે આ મેચ બહુ જ ખાસ હતી, કારણ કે તેણે આ મેચથી ટેસ્ટમામં ડેબ્યુ કર્યું હતું અને ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમણે પહેલી ઇનિંગમાં ૬૨ રન બનાવ્યા જ્યારે બીજી ઇનિંગમાં ૨૨ રનનું યોગદાન આપતા ઋષભ પંત સાથે છઠ્ઠા વિકટની ૫૩ રનની ભાગીદારી નોંધાવી હતી.